Ambalal Patel Rain Prediction | અંબાલાલ પટેલની આગાહી વિગત
ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈ ખૂબ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે આ સમાચાર સૌથી વધુ ખેડૂતો માટે અગત્યના છે. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે આ વર્ષે વરસાદ કેવો રહેશે. જેના ઉપર હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં આગામી તારીખ 26 જૂન થી 30 જૂન સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું જે ઉત્તર, મધ્ય અને દક્ષિણ વિભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ આગાહી મુજબ વરસાદ પડવાથી નદીઓમાં નવા નીર આવતા થશે. આ ઉપરાંત તારીખ 8 જુલાઈ સુધી કચ્છ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાત હવામાન વિભાગ વરસાદની આગાહી કરતા જણાવે છે કે રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ બાદ વરસાદ પડવાની શક્યતાઓ છે.

0 Comments