Beginning of rain in Gujarat areas | ગુજરાતમાં વરસાદની વિગત
મિત્રો, બીપારજોય વાવાઝોડા બાદ ગુજરાતના લોકોએ રાહતના શ્વાસ લીધા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એકા એક વધુ નવી આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાતના વાતાવરણમાં ઠંડક પથરાઈ ગઈ છે જેથી હવે ટુંક સમયમાં ચોમાસાનુ આગમનની રાહ જોવાઇ રહી છે. આગાહી મુજબ જૂન મહિનાના અંત સુધી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે આગામી 4 દિવસ રાજ્યમાં હલવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા કોઈ ભારે ચેતવણી નથી મળી અને તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાનું નોંધ્યું છે.
અંબાલાલ પટેલની ગુજરાત ઉપર આગાહી
અંબાલાલ પટેલ મુજબ ગુજરાતમાં જુનાનાં છેલ્લા સપ્તાહમાં પહોંચે તેવી અનુમાન લગાવવામાં આવ્યું છે. પણ તારીખ 26 અને 27 દરમિયાન દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તારીખ 4 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ ચક્રવાતના લીધે અતિભારે વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં ઉભુ થતુ વરસાદી વાહન તારીખ 23,24 અને 25 જૂનમાં સક્રિય થશે. જેથી દક્ષિણ પૂર્વીય તત ઉપરથી દેશના મધ્ય ભાગ સુધી આવવાની શક્યતાઓ રહેશે.
આજે કઈ જગ્યાએ વરસાદ શરૂ?
ગુજરાતના સુરત જિલ્લામાં આજે અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સુરતના લોકોને મેઘરાજાના દર્શન થયા. આ ઉપરાંત વિદ્યાર્થી અને નોકરિયાત લોકોને થોડો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સુરતમાં હાલમાં પણ વાતાવરણમાં કાળા વાદળો છવાઈ રહ્યા છે.
વરસાદથી જળાશયો ભરાયા
ગાંધીનગર ખાતે રાહત કમિશનર અઘ્યક્ષતા માં વાતાવરણ નોધણી ગ્રુપની મિટિંગ બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં IMD ના અધિકારી અગાઉ આવેલ બિપરજોય વાવાઝોડા અંગે અને વરસાદની સ્થિતિ શું છે તે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સિંચાઇ વ્યવસ્થા વિભાગના અધિકારીઓ દ્વારા જળાશય સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો છેલ્લા 15 વર્ષોથી સ્થિતિ સૌથી વધુ છે. ગુજરાત રાજ્યમાં કુલ 206 જળાશયો પૈકી 4 જળાશય હાઇ એલર્ટ પર છે.
ગુજરાતમાં આજે કઈ જગ્યાએ વરસાદની શક્યતા?
ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેના મુજબ દક્ષિણ ગુજરાત સિવાય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જેવા સ્થળો ઉપર વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 3 દિવસ એટલે એક તારીખ 22 થી 24 જૂન સુધી હલવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર અને જુનાગથનો સમાવેશ થાય છે.
ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?
- સુરત
- નવસારી
- વલસાડ
- તાપી
- ડાંગ
- અમરેલી
- ગીર
- સોમનાથ
- ભાવનગર
- જૂનાગઢ
મહત્વપૂર્ણ કડીઓ
અન્ય સમાચાર માટે - અહી ક્લિક કરો
હોમ પેજ - અહી ક્લિક કરો

0 Comments